હરિ વસે હરિના જનમાં – મીરાં
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:સચિન લિમયે
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:સચિન લિમયે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હાં રે હરિ વસે હરિના જનમાં,
હાં રે તમે શું કરશો જઈ વનમાં.
હાં રે હરિ..
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશી જાઓ, ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં.
હાં રે હરિ..
જોગ કરો ને ભલે જગન કરવો,
પ્રભુ નથી હોમ હવનમાં;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિજનમાં.
હાં રે હરિ..
Categories: પુરષોત્તમ ઉપાધ્યાય, પ્રાર્થના-ભજન, મીરાંબાઈ, સચિન લિમયે, સમન્વય ૨૦૦૯ meerabai, purshottam upadhyay, sachin limye
સાવ સાચી વાત કરી છે આ પદ માં.
સુંદર મજાનું ભક્તિપદ…
સચીન લિમિયેની ગાયકી પણ હૃદયસ્પર્શી…
એક દમ સરસ શબ્દો અને સ્વરાંકન ….!!!