ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા
સ્વર: સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
ગાગરમાં પાણી છલકવાનું છે
જોબનિયું આજે ઝલકવાનું
જ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં
ઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે
ગાગરમાં પાણી..
કેસર ગુલાબી ચૂનરીની સંગ,
સજનીને સાંજે મળવાનું છે
મઢૂલી બનાવી કાન્હાની સંગ
મુરલીના નાદે મટકવાનું છે
ગાગરમાં પાણી..
નજર્યુંથી નજરને મળવાનું છે
ઝરમર ઝરમર વરસવાનું છે
ફૂલોની સંગે મહેકવાનું છે
લજામણી થઈ શરમવાનું છે
ગાગરમાં પાણી..
ઊભરતી ઉંમરને તલસવાનું છે
આશિક આ દિલને બહેકવાનું છે
મુખડું તમારું પૂનમવાનું છે
મધરાતે શમણામાં મળવાનું છે
ગાગરમાં પાણી..
Related posts:









વાહ … સુંદર શબ્દો .. સુંદર સ્વર..સુંદર સંગીત ..! સવાર રણકી ઉઠી ..!
સરસ શબ્દો , સરસ સંગીત, સરસ સ્વરાંકન, સરસ સવાર બની ગઈ , આભાર , સૌને અભિનદન……………………
waw ! but who is d composer of this song ?