જીવનના નામની સાથે – જલન માતરી
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: જયેશ નાયક
જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે
હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે
અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે
પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
Related posts:









જનાબ જલનસાહેબની સહજ અભિવ્યક્તિ એમની ગઝલ્નું ઉડીને આંખે વળગે એવું જમા પાસું છે.
રદિફ અને કાફિયામાં સરળતા અને બોલચાલની ભાષાને એમનો “ટચ” મળે એટલે શેરિયત અને ગઝલિયત જાણે એમને અનુસરતી વહેવા લાગે…..
જ્યારે પણ મળવાનું થયું ,એ શખ્સિયત મળવા અને માણવા જેવી તો લાગી જ ,મમળાવવી ગમે એવી પણ ખરીજ.
સલામ, જલનસાહેબ.