રે’શું અમે ય ગુમાનમાં – રમેશ પારેખ
સ્વરાંકન / સ્વર: અમર ભટ્ટ
રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ
ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં
આવકારા દેશું સાનમાં
હરિ સંગ નહીં બોલીએ
આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહીં બોલીએ
લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું
મુખવાસા દેશું પાનમાં
હરિ સંગ નહીં બોલીએ
મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દઈ દેશું દાનમાં
હરિ સંગ નહીં બોલીએ
Related posts:









ગીત પહેલાંની પ્રસ્તાવના આખી સંભળાય છે પણ ગીત શરૂ થતાં જ બંધ થઈ જાય છે.. આમ કેમ?
ભજન અને સ્વરાંકન બંને આનંદ આપી જાય છે ………………
swrankan sanbhali nathi shakatu.please correct it.
Ramesh parekh saheb ni mira na prem gito ghani var sambhdiya temna gito mo mira mate no krisna prem gujrati sahitay mo pan ame ghani var vochyo che T.Y.B.Y mo pan tem BOOKO MO TEMNA BOOKO VOCHI CHECHIYE KHUB JABARJAST KAVI CHE TEMNU AA GIT PAN MADHYKALIN YUG NE YAD KARAVE CHE