Home > કમલેશ સોનાવાલા, ગીત > અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા

અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા

સાંભળું તો તને ખાલી પડઘા સંભળાય
તને શોધું સિતારના વનમાં
ટમકીને કો’ક વાર ઈશારા
વાત છાની રાખીશ મારા મનમાં.

આ ગુલમહોર મહેક્યાં વરસી વાદલડી
ધુંધળી સંધ્યા રંગ લાલમડી
અને તમે યાદ આવ્યા..

પેલાં આંખ્યુંનાં અંજન, શાંત રાતલડી
એક અનેરી પ્રેમ વાતલડી
અને તમે યાદ આવ્યા..

ભૂલવા ચહું હું સુની રે તલાવડી
સરકે સરિતા અશ્રુ આંખલડી
અને તમે યાદ આવ્યા..

આ ઝંઝાવત પલ એકલડી
દિલના દરિયામાં નહીં આ નાનકડી
અને તમે યાદ આવ્યા..

Related posts:

  1. Maheshchandra Naik
    July 20th, 2010 at 03:18 | #1

    સરસ ગીત, ગાયકી પણ આનંદાયી, અભિનદન, ખુબ આભાર …….

  2. શબ્દતીર્થ
    March 1st, 2011 at 01:42 | #2

    બહુ સરસ ગીત

  3. January 5th, 2012 at 13:03 | #3

    Dearest Kamaleshbhai sunder mazanu geet..Hriday hali uthyu..
    GBU Jay shree krishana
    Hamesha Khush Raho
    Aapno j
    Sanatbhai dave ( Findlay..ohio..USA)…

  1. No trackbacks yet.