આલ્બમ: ગીત ગુંજન
સ્વરકાર: અજિત શેઠ
સ્વર: અજિત શેઠ
અમે રે સૂકું રૂ નું પૂમડું
તમે અત્તર રંગીલા રસદાર,
તરબોળી દ્યો ને તારે તારને
વીંધો અમને વ્હાલા આરંપાર.
આવો રે આવો હો જીવણ આમના..
અમે રે સૂનાં ઘરનું જાળિયું
તમે તાતા તેજના અવતાર,
ભેદીને ભીડેલા ભોગળ આગળા
ભરો લખ લખ અદીઠા અંબાર.
આવો રે આવો હો જીવણ આમના..
અમે રે ઉધઈ ખાધું ઇંધણું
તમે ધગ ધગ ધૂણીના અંગાર,
પડેપડ પ્રજાળો વ્હાલા વેગથી
આપો અમને અગનના શણગાર.
આવો રે આવો હો જીવણ આમના..