Home > અજ્ઞાત, દ્રવિતા ચોક્સી, બાળગીત > ચોકલેટનો બંગલો…

ચોકલેટનો બંગલો…

April 23rd, 2008 Leave a comment Go to comments

સ્વર: દ્રવિતા ચોક્સી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હોય એક સુંદર ચોકલેટનો બંગલો,
ચમકતો ચાંદામામા કેરા રંગનો;
ચોકલેટનાં બંગલાને ટોફીનાં દ્વાર,
ખિસકોલી પૂંછડે ઝાડુનો માર.
હોય એક..

ગોળ ગોળ લેમનનો ગોખલો છે નાનો,
હેલો હેલો કરવાને ફોન એક છાનો;
બિસ્કીટને ટોડલે સુંદર છે મોર,
પીપરમીંટનાં આંગણામાં લાલ ફૂલ ડોલ.
હોય એક..

ચાંદીના ઝાડ પાછળ ચાંદામામા ભમતા,
મોતીનાં ફલોમાં સંતાકૂકડી રમતા;
ઊંચે ઊંચે હિંચકો ખૂબ ઝૂલે ઝૂલ,
મેનાનું પીંજરૂં ટાંગે રંગલો.
હોય એક..

Please follow and like us:
Pin Share
  1. April 23rd, 2008 at 11:09 | #1

    નાના નાના ભુલકાઓ ને ખુબ જ ગમી જાય તેવુ સુંદર ગીત.

    તેઓ સપનામા આવુ જ કંઇક વિચારતા રહેતા હશે,

  2. महेश मकवाणा
    April 23rd, 2008 at 11:16 | #2

    बहुत अच्छी कविता है |

  3. April 24th, 2008 at 16:25 | #3

    ખુબજ સુંદર ગીત,નાના હતા ત્યારે આવુજ કાંઈક વિચારતા હતા

  4. pragnaju
    April 24th, 2008 at 20:13 | #4

    કવીતાબેનના સ્વરમાં મઝાનું બાળગીત
    નાનાપણમાં ગાતાં તે મરાઠી ગીત મનમાં ગણગણાયું
    मनी माऊ……मनी माऊ….
    म्हणते लवकर इकडे ये……
    दूध फिकं फिकं…..लागतय…
    थोडं चोकलेट घालून दे…..!!

  5. May 6th, 2008 at 06:14 | #5

    નીરજ,
    આ ગીતને સ્વરબદ્ધ રુપાંગ ખાનસાહેબે કર્યુઁ છે.
    મૂળ ગીત મરાઠીમાં જ હતું જેને આશરે ૩૦ વર્ષ પહેલાં
    ગુજરાતીમાં અનુવાદ કર્યો…..

    મને composition મેહુલભાઇ સુરતીનું લાગ્યું
    એમને પૂછતા રેકોર્ડીંગ એમનું છે અને આ વાત પણ જાણવા મળી…..

  6. Rupesh Joshi
    July 28th, 2008 at 10:30 | #6

    હેલ્લો ,
    હુ રુપેશ્,
    i feel chieldhood to listing this song,i know this site today .it is good for all lover of gujarat
    i thank full to you for this site.
    best regards,
    Rupesh

  7. September 5th, 2008 at 14:11 | #7

    સુંદર ગીત સાથે સુંદર અવાજ.

  8. MANOJ SAMPAT
    November 1st, 2016 at 11:08 | #8

    લિરિક્સ ઓફ સોન્ગ બ્ય હંસરાજ ઠક્કર

  1. No trackbacks yet.