હું અને તું – તુષાર શુક્લ
સ્વર: ભુપિન્દર – મિતાલી સિંગ
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.
આપણાં હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવતરને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે.
રંગને પીંછી તણો સંવાદ, આપણ બેઉ સજની;
સૂર ગૂંથ્યા શબ્દનો અનુવાદ, આપણ બેઉ સજની.
છે મને ના યાદ કોઈ પ્રેમમાં ફરિયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રીતિ તણો પ્રસાદ, સજના.
જિંદગીનાં સર્વ રંગો ને ઉમંગોને ચહ્યાં સંગાથમાં, તે આપણે.
Related posts:









all time favourite singer…..
ૐ
ઊર્મિ ભરેલી કંકાવટીમાંથી, ખૂબ સુંદર મનોભાવ અને અંતરની લાગણીના છાંટણાં છાંટી, પ્રેમના કંકુડાં અક્ષરોએ જાણે જીવનની લખાયેલી એક પ્રેમ કંકોત્રી ! જીવનની કુંજગલીમાં, એકમેકને ગળે હાથ નાખી, પ્રેમનાં પાથરણાં પર મહાલતાં મહાલતાં, બસ ” હું અને તું ” એકમેકનાં વિશ્વાસના પગલે ચાલ્યા કરીએ તો વીંઝાતો પ્રેમવીંજણો કયારેય જીવનને કદી અકારું થવા નહિ દે.
તુષાર શુક્લનું
હુંઅનેતું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં,તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં,તે આપણે.
આપણાં હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવતરને ખાતર બેઉ છે ખપના સખીરી
મધુરુગીત, ભુપિન્દર- મિતાલીના સ્વરમાં માણ્યું
એકબીજામા ઓગળી જઈ સન્ગાથે જિવવાની કેવી સરસ વાત તુષારભાઈના શબ્દો અને બહુ ઘુટાએલા અવાજ. વાહ મજા આવી ગઇ. અહી અમેરિકામા બેસીને આ સામ્ભળવા મળે છે તે બદલ ખુબ આભાર.
bahu saras