Home > અવિનાશ વ્યાસ, ગીત, જહાનવી શ્રીમાંનકર, પાર્થિવ ગોહિલ > એક પાટણ શહેરની – અવિનાશ વ્યાસ

એક પાટણ શહેરની – અવિનાશ વ્યાસ

સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: પાર્થિવ ગોહિલ, જહાનવી શ્રીમાંનકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    May 29th, 2008 at 15:45 | #1

    એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
    રંગ જાણે એનો લાલ ફાગણીયો,
    કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
    નજર્યુંમાં આવી એવો નજરાય,
    દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..
    રંગમાં નખરો, ઢંગમાં
    વાહ
    ઘણા વખતે પાર્થિવ ગોહિલ અને જહાનવી શ્રીમાંનકરને મધુરા મધુરા ગીતમાં માણ્યા

  2. May 30th, 2008 at 07:07 | #2

    ખુબજ સુઁદર ગિત…!

    આભાર

  3. Ila Shukla
    July 17th, 2008 at 18:47 | #3

    Guvrangbhai, your voice is wonderful. Avinashbhi, I use to hear your songs when I was in collage. Your music is always very sweet, once person can hear they never forget that song. in our language we said “Dil Ma Utari Jaai”

  4. Purnima Kotiya
    August 31st, 2008 at 00:56 | #4

    વાહ્, ખુબ જ સુન્દર્. મારુતો દિલ હ્જુ ધબક ધબક થાય સરસ લય સરસ અવાજ બસ સાંભળા જ કરું.

    આભાર

  5. June 5th, 2009 at 13:19 | #5

    વાહ બંકા જુવાનડા પાર્થિવ, વાહ

  6. vipul
    December 21st, 2017 at 14:52 | #6

    Nice

  1. No trackbacks yet.