Home > ગઝલ, જલન માતરી, દીપ્તિ દેસાઈ > મને શંકા પડે છે – જલન માતરી

મને શંકા પડે છે – જલન માતરી

August 18th, 2008 Leave a comment Go to comments

સ્વર: દીપ્તિ દેસાઈ

મને શંકા પડે છે કે, દિવાના શું દિવાના છે?
સમજદારી થી અળગા થઈ જવાના સૌ બહાના છે.

ખુદા અસ્તિત્વને સંભાળજે, કે લોક દુનિયાનાં,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે.

સજા દેતો નથી એ, પાપીઓને એટલા માટે,
મરી ને આ જગતમાંથી, બીજે એ ક્યાં જવાના છે?

રહે છે આમ તો શેતાનના કબજા મહીં તો પણ,
‘જલન’ને પૂછશો તો કહેશે કે, બંદા ખુદાના છે.
———————————————-
ગઝલનાં અન્ય શેર અહીં વાંચો: કવિલોક

Related posts:

  1. August 18th, 2008 at 09:52 | #1

    વાહ્…. મસ્ત ગઝલ…..
    ગુજરાતી ગઝલોમાઁ હવે આ મધુરી ગાયકી
    પ્રચલિત બની રહી છે.

  2. August 18th, 2008 at 12:24 | #2

    સરસ ગઝ્લ …

  3. August 18th, 2008 at 12:28 | #3

    લતાજીનું એક ગીત …ઝમાને મે … સભી નાદાન હોતે હૈ.. એ રાગ યાદ આવે ગયો…

  4. pragnaju
    August 19th, 2008 at 16:15 | #4

    ખૂબ જાણીતી ગઝલ
    તરન્નુમમાં મધુરી મધુરી

  5. Kirit Dixit
    August 16th, 2009 at 00:57 | #5

    Wonderful Gazal and what a beautiful voice !! reminded me of Abida

  6. piyush
    February 15th, 2010 at 18:57 | #6

    અદભુત ગાયુ બેગમ અખ્તર યદ આવિ ગ્યા

  1. No trackbacks yet.