જોવા વાળો જોશે – અવિનાશ વ્યાસ

આલ્બમ: અમર સદા અવિનાશ

સ્વર: મન્ના ડે



એક જીભને બે કાન દઈ,ભગવાન બેઠો આભલે,
એથી જ કહીએે એક ત્યારે દુનિયા બે સાંભળે.

જોવા વાળો જોશે, દેવા વાળો દેશે,
તું તારું કામ કરે જા..
સૌએ સૌની સંભાળશે, તું તારું ભાથું ભરે જા.
રે ભાઈ તારું કામ કરે જા..

કંટક આવે, કંકર આવે, તડકો આવે, છાંયો આવે,
આ લખે લખ્યો લખ ચોરાશીનો ફેરો ભૂંડા ફરે જા.
રે ભાઈ તારું કામ કરે જા..

મીંઠળ બાંધ્યા માંડવડા પર, એ ચંદરમા ઉગતો,
એજ ચાંદલો મસાણ માથે ઉગવા ટાણે પૂગતો,
સ્થળને પળથી પર રહી પ્યારા, તારી ચાલ ચલે જા.
રે ભાઈ તારું કામ કરે જા..