Home > અચલ મેહતા, અજ્ઞાત, ગરબા-રાસ > હે મુને એકલી મૂકીને રમે રાસ….

હે મુને એકલી મૂકીને રમે રાસ….

સ્વર: અચલ મેહતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ
હે મુને એકલી….

મનની માનેલી તને.. મેલું શું એકલી
વા’લી લાગે છે મુને.. રાધા રુઠેલી
હે મારા તન-મનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ
હે મુને એકલી….

અરે નંદનો કિશોર.. આતો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર.. આતો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ
હે મુને એકલી….
—————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા

Please follow and like us:
Pin Share
  1. November 16th, 2007 at 07:11 | #1

    રિષભ ગ્રુપનો મારો પ્રિય ગરબો. રાધાએ બહુ જ મીઠી ફરિયાદ રજુ કરી છે.

  2. Pragna Shah
    September 24th, 2008 at 02:21 | #2

  3. Maithily Oza
    November 12th, 2009 at 06:09 | #3

    મુને એકલિ મેલિને રાસ પુરો નથિ

  4. jyoti thakkar
    January 18th, 2010 at 18:33 | #4

    achalbhai u hv a magnetic voice,im frm baroda and i used to listen 2 u sing since the original rishabh grp started.d moment i heard dis rachna i tears started falling out of my eyes.its undescribable.

  5. January 20th, 2010 at 05:57 | #5

    સરસ ,

    ભાવ સાથે રાવ કરી છે.

  6. Bhavna Thakkar
    October 4th, 2016 at 11:45 | #6

    ૠષભભાઈ,
    આ રચના મને ખુબજ પ્રિય છે. તમે તમારી કારકિર્દી ને શરૂવાત માં જયારે મહેસાણાનગર માં ગરબા કરાવતા ત્યારે મારી સખી ઉન્નતિ અને રૂપલ તમારા અવાજ ના દીવાના હતા અને એમની સાથે મને પણ રંગ લાગી ગયો! આહજે પણ આ રચના સાંભળતા એક અનેરી વિહ્વળતા અનુભવાય છે અને જૂની સ્મૃતિઓ હૃદય ને ભીનું ભીનું કરી દે છે.

  1. No trackbacks yet.