Home > ગઝલ, મનહર ઉધાસ, શૂન્ય પાલનપુરી > એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર – શૂન્ય પાલનપુરી

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર – શૂન્ય પાલનપુરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

Please follow and like us:
Pin Share
  1. Himanshu Gandhi
    December 10th, 2010 at 12:40 | #1

    નારી નું આટલું સુંદર વર્ણનઅને કલ્પના કયારેય નથી સાંભળી , સરસ રચના,મધુર અવાજ ,three cheers for Manhar bhai & Suny Saheb.

  1. No trackbacks yet.