પ્રેમમાં ચાલને ચકચૂર થૈ – હરિન્દ્ર દવે
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.
Related posts:









પ્રેમની મસ્તી અને ગહરાઇ બન્ને એકસાથે અનુભવાય….
સુઁદર ગીત……
સાંભળ્યા કરવાનું મન થાય એવું ગીત છે.
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.
શબ્દોની ગહરાઈ
અને મધુરી ગાયકી
વાહ્
વાહ, ખૂબ સરસ ગીત….
અન્તરા મા તો ગીત નો રંગ જ બદલી જાય છે.
ખૂબ સરસ શબ્દો…
મજા આવી ગઇ…
બ
GREAT…MIND BIOWING….
very nice composition !
બહુ જ સરસ !! પ્રેમ નો નિજાનંદ આનંદ બહુ જ ગમ્યો