માલા રે માલ – અવિનાશ વ્યાસ
સ્વર: હેમાંગીની દેસાઇ
માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..
હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો
કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..
હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા
હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
————————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા
Related posts:









નમસ્તે નીરજભાઇ,
આજે જ આ તમારો બ્લોગ જોયો… ઘણો જ ગમ્યો! અભિનંદન… આશા છે કે કાયમ આ રીતે નવી નવી રચનાઓ વાંચવાની અને સાંભળવાની મળશે.
ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત!
મારા ‘સહિયારું સર્જન’ બ્લોગનાં ગુજરાતી બ્લોગ જગત પાના પર તમારા બ્લોગની લિંક કોમેંટમાં મૂકી દેશો તો મારા લિસ્ટમાં તમારો બ્લોગ પણ સમાવી લઇશ.
ઊર્મિસાગર
મારી સાઇટ… http://urmisaagar.com/
કમ
WOW
That was so nice to hear…
good to hear after long time.