કીડી બિચારી….

સ્વર: હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા… કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં, કે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો… હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા… હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા… હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે, અરે… મને કપડાં પેહરાવ…
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી… કે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી, અરે… કે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા… કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

Please follow and like us:
Pin Share
 1. manish
  January 11th, 2008 at 14:36 | #1

  Well dear I am sure this is not Hemant Chauhan!

 2. Jagdish
  July 9th, 2008 at 20:36 | #2

  I would like to know who wrote this most amazing song.

  It is brilliant.

 3. shruti
  July 10th, 2008 at 23:12 | #3

  poet may not be known as it’s a folk song

 4. Bhargav
  August 17th, 2008 at 21:38 | #4

  singer is karshandas sagathiya if i am not wrong. just thought if someone care and it looks like you folks not listening properly or not reading for mater of fact poet is “BHOJA BHAGAT”

 5. H J
  October 16th, 2008 at 23:38 | #5

  BhHargav is right. it was sung by Karsan Sagathia, originally for AIR-Ahmedabad. The bhajan was written by Bhoja Bhagat which comes in last stenza.

 6. kishor doshi
  October 19th, 2009 at 07:10 | #6

  this song is sung by karsan sagathia

 7. January 26th, 2010 at 20:02 | #7

  હેમંત ચૌહાણના કંઠે આ ગૂઢ ભજન સાંભળવું એ એક લહાવો છે.

 8. Jay
  October 6th, 2010 at 08:11 | #8

  અમને આ છેલે થી આગળ ની પંક્તિ માં ખબર ના પડી કે કવિ સુ કેહવા માંગે છે.

 9. jayshree
  November 16th, 2010 at 19:11 | #9

  Yes , સીન્ગેર કર્સન્સગથિઅ છે, હેમંત ચૌહાણ nahi

 10. Hari
  May 8th, 2011 at 04:48 | #10

  This one is sung by Karsan Sagathia and not Hemantbhai. Please correct the listing for proper credits.

  Thanks

 11. jignesh panchal
  August 8th, 2012 at 05:19 | #11

  i like rankar website in prathna bhajan very good. and nice collection.

 12. palkesh
  October 3rd, 2012 at 23:59 | #12

  આ ગીત ના રચયિતા ભોજા ભગત જ છે,એમ મને વિશ્વાસ છે.

 13. Ravi thakkar
  October 4th, 2017 at 13:28 | #13

  Dear all
  આ ભોજા ભગત ના ચાબખા છે અને તેઓ જલારામ બાપાના ગુરુ હતા તેમની ચાલેખ્યાન કૃતિમાં કદાચ ઉલ્લેખ આપેલ છે. માહિતી મેળવવી અને માહિતગાર થવું બંને માં ફરક છે. So I’m sure about this lyrics.

 14. September 26th, 2019 at 06:39 | #14

  મને લાગે છે આ સ્વર હેમંત ચૌહાણ નો નથી. કૃપા કરીને અસલ ગાયક નું નામ લખીને પોસ્ટ અપડેટ કરશો. અથવા અસલ ગાયકોના નામ જેમ કે “પ્રફુલ દવે અને દિવાળીબેન ભીલ” લખીને અપડેટ કરશો

 15. Arpan Nayak
  September 26th, 2019 at 06:40 | #15

  @Jagdish
  આ ગીત “ભોજા ભગત” એ લખ્યું છે અને “ભગત પીપાજી” ફિલ્મ નું ગીત છે આ

 16. September 26th, 2019 at 06:44 | #16

  @Jay
  છેલ્લે થી આગળની પંક્તિમાં ભોજા ભગતે આપણને એક સંકેત આપ્યો છે કે “કઈ કીડી ને કોની જાન છે રે” મતલબ મારા હિસાબે તેઓ આખી રચના દ્વારા આપણી સમક્ષ એક પ્રકાર ની ફિલસુફી રજૂ કરવા માંગે છે કદાચ. એટલે સાંકેતિક ભાષા માં આ રચના kari. એટલે જ અંત માં લખ્યું છે કે “સમજો ચતુર સુજાન”

 1. No trackbacks yet.