Home > અજ્ઞાત, ગઝલ, મનહર ઉધાસ > દૂધ ને માટે રોતા બાળક….

દૂધ ને માટે રોતા બાળક….

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે.
દૂધને માટે….

ત્યાં જન્મતતો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોતાં
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોતાં
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતેતો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જનમ્યું તું આ ઘરમાં
ફેર નથી જે ઘરના ઇન્સાન અને જડ પથ્થરમાં
દૂધને માટે….

હાડ ને ચામનાં ખોબામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિરમાઇ છે
મહેનત નિષ્ફળ જાય છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન ખોઇશ
મોંઘા મુલા તે મોતીનો ગેરઉપયોગ લગાર ન કરીશ
દૂધ ને માટે….

તન તોડીને જાત ઘસીને પેટીયાં આ ઘર ભરવાના છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલો ઉભા કરવાના છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આસુંડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આસુંડા
દૂધ ને માટે….

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને…
દૂધને માટે….

Please follow and like us:
Pin Share
  1. No comments yet.
  1. No trackbacks yet.