નૈનોથી જ્યાં મેં જોયા – કમલેશ સોનાવાલા

આલ્બમ: સંજીવન

સ્વર: શાન



નૈનોથી જ્યાં મેં જોયા તમે દિલમાં વસી ગયા,
બંઘ કર્યા નયન તો તમે પાછા મળી ગયા.

આકાશની બુલંદિમાં તમે ક્યાં ક્યાં છૂપી ગયા,
સૂરજ ઢળી ગયો તો સિતારામાં ભળી ગયા.

જીવનની કપરી વાટમાં તમે સંતાઈ ક્યાં ગયા?
પુષ્પોની મહેક આવતાં અમે કાંટા ભૂલી ગયા.

લાગ્યું છે આ ગ્રહણ કે તમસમાં ભળી ગયા,
ઝુલ્ફો ઉઠાવો ત્યાં જ તમે ચાંદ થઈ ગયા.

મારી ગઝલ કિતાબમાં તમે અકબંધ થઈ ગયા,
બાકી રહેલા પાનાં ભલે કોરાં રહી ગયા.