સોયમાં દોરો – નીલેશ રાણા
સ્વર: નયનેશ જાની
સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.
શ્વાસો તારાથી નિ:શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં, ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ,
નજરોમાં રોપાતી મોગરા ‘શી તું, અહીં મુજમાં સુગંધાતુ કંઈ.
છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું,
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું, ને જૂઓ મારામાં ઘેરાતું કંઈ.
Related posts:









નીલેશ રાણાનું સુંદર ગીત અને નયનેશ જાનીનો કળાયેલ સ્વર -મઝા આવી ગઈ.
બંનેને અભિનંદન !
rankaar.com on my blog: નીચેની લીંક પર ક્લીક કરો–
http://aasvad.wordpress.com/2008/10/09/100/
I tried to type my comments in Gujarati but unfortunately it is not working. Like if I want to type Sha- સશ
શ્વાસો તારાથી નિ:શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં, ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ,
નજરોમાં રોપાતી મોગરા ‘શી તું, અહીં મુજમાં સુગંધાતુ કંઈ.
ખૂબ સુંદર્
ગીતના શબ્દો ખુબ સરસ. નજાકત અને ભાવથી ભરપૂર. હૃદયસ્પર્શી રચના …
I can stil feel the feeling from heart after reading the poem.
નીરજભાઈ
કવિ નીલેશ રાણાનુ ગીત અને નયનેશ જાની ની સ્વર રચના અનેમ્બ્ તેમનો સ્વર બધુ જ
સુન્દર!
અભિનન્દન્!
દિનેશ પંડ્યા
મુંબઈ
What a Beautuful MILNA of SUR, SWAR and SANGEET – bravo.. Keep them coming..
Best Wishess,