એક પંખી આવીને ઉડી ગયું….
સ્વર: નિશા ઉપાધ્યાય
એક પંખી આવીને ઉડી ગયું,
એક વાત સરસ સમજાવી ગયું.
આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રેહવાનું છે
ખાલી હાથે આવ્યા એવાં ખાલી હાથે જવાનું છે
જેને તેં તારું માન્યું તે તો અહિં નું અહિં રહી ગયું
એક પંખી આવીને….
જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ઉડી જા તું
સગા-સબંધી માયા-મૂડી સૌ મૂકી અલગ થા તું
એકલવાયું આતમ પંખી, સાથે ના કંઇ લઇ ગયું
એક પંખી આવીને….
પાંખોવાળા પંખીઓ જે ઉડી ગયા આકાશે
ભાન ભુલી ભટકે ભવ રણમાં માયા મૃગજળના આશે
જગતની આંખો જોતી રહી ને પાંખ વીના એ ઉડી ગયું
એક પંખી આવીને….
ધર્મ પૂણ્યની લક્ષ્મી ગાંઠે સત્તરમાનો સથવારો
ભવસાગર તરવાની વાતે અન્ય નથી કોઇ આરો
જતાં જતાં પંખી જીવનનું સાચો મર્મ સમજાવી ગયું
એક પંખી આવીને….
Related posts:









અએક પન્ખિ આવિ ને ઉદ્દિ ગયુ.”niraj bhai thr is no word 4 u..really we all enjoy.u really doing very good job 4 all of us.thank you nirajbhai 4m all of us.
Beautiful & very meaningful lyrics , music composition & very nice rendering by Nisha
very bearutiful ! i have not word to write … good websiite wonderful song … hope add more song
very good site and thrilling too.I try to found in corss word for so many time but i never got such a beautifull collection at one place keep it update.
સુંદર ગીત……શબ્દો
હિન્દી ફિલ્મનાં ગીત પર આધારિત છે જોકે,.. ?!!
this song is vary good
Very nice words.Tunning from hindi song “Chhu lene do najuk hothonko, kuchh aur nahin hai jam hai ye.”
Beautiful music and meaningful lyrics. Lovely.
Enjoyed.
Jigisha
jivan man utarva jevu
રૂદિયા ને સ્પર્શે એવું સરસ ગીત
કે જેને પોતાની પ્રિય વ્યક્તિ ને ગુમાવી હોઈ અને જીવન જીવવાનો સંદેશો આપતું જાય ….
આંખો ભીની થઇ ગઈ ……આભારી છું ..ગીત અને મને ગમતી વેબસાઇત …..
શોર્ટમાં જીવનની હકીકત વર્ણવી છે
કવિએ અતિ સુંદર ગીત રચના કરી, નિશાબેને તેને કંઠ આપ્યો, નીરજભાઈએ આ રચના આપણી
આગળ રજુ કરી – પણ પછી શું ? ફક્ત, વાહ, વાહ કરીને ભૂલી જવાનું ? કે પછી આ નશ્વર શરીરની આળ-પંપાળ ઓછી કરીને આત્મ-સ્વરૂપ ને સમજવાનો પ્રયત્ન કરવો તે હવે આપણે
નક્કી કરવાનું છે.