મારે આંગણીયે તલાવડી…

આપણા ત્યાં લગ્નો માં ફટાણાં ગાવાનો રીવાજ છે…. રજુ કરુ છું એવું જ એક ગીત…
સ્વર: નિશા ઉપાધ્યાય, પ્રફુલ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારે આંગણીયે તલાવડી, છબછબીયા પાણી
એમાં તે અણવર લપસ્યો રે એની કેડ લચકાણી

વેવાઇને માંડવે વેવલી રે એની આંખ છે કાંણી
નદીએ ના’વા ગઇતી રે એને દેડકે તાણી

દોડજો છોકરા દોડજો એની કેડ લચકાણી
ગોળને બદલે ખોળ દ્યો રે એની કેડ લચકાણી

અણવીતરી તો એવી એની અવળી વાણી
એણે ચોરીને ચિભડું ખાધુ રે
એણે ચોરીને ચુરમું ખાધુ રે
એણે ચોરીને ચટણી ચાખી રે
ખાઉ ખાઉ કરતી ફરતી રે, જાણે ભેંસની ભાણી

ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું
એના હાથ હિડંબા જેવા, એના પગ હિડંબા જેવા
એનું માથુ બુજારા જેવું, હું તો લાજી મરું

ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું
એનું નાક નળીયા જેવું, એનો ફાંદો ફળીયા જેવો
એલી કાળીનો કાંકરો કાઢો રે હું તો લાજી મરું

તું થોડું જમજે રે કે અણવર અધરાયો
તારા પેટડામાં દુખશે રે કે અણવર અધરાયો
એક આંકડાની ડાળ, એક લીંબડાની ડાળ
માંયે લસણ કળી, માંયે થેલમ વડી
માંયે મરચું મેલો રે કે અણવર અધરાયો

તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી
તુ તો શીરા મા નાખે દહીં કે વેવલી વંઠેલી
પુરણપોળી કરી છાશમા બોળી
તુ તો મીઠે મોળી,પાછી થાય છે ભોળી
તને વેચે તો મળે ન પાઇ કે વેવલી વંઠેલી

તું થોડું જમજે રે કે અણવર અધરાયો
તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી

Please follow and like us:
Pin Share
 1. meet
  March 5th, 2008 at 14:33 | #1

  વાહ ખુ બહુસરસ આપણા ગીત્ત બહુજ સરસ ચે ખસ ફટાણુ સરસ ચે હજુ કોઇસરા ફટાણા હોય તો મુકજૉ

 2. meet
  March 5th, 2008 at 14:43 | #2

  હજુ કોઇસારા જુના લગ્નગીત હોય મુકજો

 3. June 22nd, 2008 at 05:27 | #3

  Nice website!!

 4. August 14th, 2008 at 13:02 | #4

  You got master mind on

 5. prakash
  November 14th, 2009 at 12:46 | #5

  i like thish website

 6. kalpesh
  November 27th, 2011 at 16:47 | #6

  ખુબ સરસ ફટાણા છે .

 7. kalpesh
  November 27th, 2011 at 16:50 | #7

  હજી વધારે સારા ફટાણા હોય તો મુકજો અને શક્ય બને તો મૈલ કરજો

 1. No trackbacks yet.