તમે વાતો કરો તો – સુરેશ દલાલ
સ્વર: આરતિ મુન્શી
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ રે..
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો મૂકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
Related posts:









Nice GEET and good composition. Arti Munshiis exellent singer. The composor’s name should have mentioned.
With regards,
Kanubhai Suchak
નીરજ ભાઇ,
બહુ બહુ સારુ લાગે જ્યારે જ્યારે
તમે આવી સુન્દર કાવ્યરચના
પીરસો.
આરતીબેન ના સ્વર મા ખુબજ સુંદર રચના છે.
બહુ સરસ છે.