Home > અજ્ઞાત, બાળગીત > બોલો થેન્ક યુ…

બોલો થેન્ક યુ…

સ્વર: કિન્નરી મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બોલો થેન્ક યુ… થેન્ક યુ… થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

મમ્મી પપ્પાના ચરણો ચુમીને કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
જાત દુ:ખ વેઠીને અમને જીવનનું સુખ આપ્યું,
મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક યુ, થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

સંત ગુરૂ ઋષીમુનીઓ ને ભાવ થી કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
અજ્ઞાની અંધારા હટાવી ભાવ નું તેજ વધાર્યું,
ગુરૂ થેન્ક યુ, ટિચર થેન્ક યુ, થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

વૃક્ષ નદી સુરજદાદા ને ભાવથી કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
ફળ ફૂલો જળ તેજ આપીને જીવન ને સવાર્યું,
વૃક્ષો થેન્ક યુ, નદી થેન્ક યુ, દાદા થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

સુંદર જીવન આપ્યું તેથી પ્રભુને કહીએ થેન્ક યુ.. થેન્ક યુ..
મન બુધ્ધી આપી હ્રદયને ભાવથી ખુબ સજાવ્યુ,
પ્રભુ થેન્ક યુ, હરિ થેન્ક યુ, તમને થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

બોલો થેન્ક યુ… થેન્ક યુ… થેન્ક યુ વેરીમચ
ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરીમચ

Please follow and like us:
Pin Share
  1. February 23rd, 2008 at 14:48 | #1

    તમને થેક્યુ તમને થેક્યુ વેરી મચ
    તમે આ ગીત મૂકી અમ્ને ખૂશ કર્યા
    માટે તમને થેક્યુ વેરી મચ.

  2. bhavesh
    August 4th, 2008 at 17:52 | #2

    આ ગિત કોને લખ્યુ ચ્હે. વ્હો ઇસ ધ રાઇતર્

  3. September 5th, 2008 at 14:16 | #3

    થેંક યુ વેરી મચ.

  4. September 11th, 2008 at 19:50 | #4

    ખૂબ સરસ બાળગીત છે અને ગવાયું પણ ઉત્તમ રીતે. બહુ જ મઝા આવી. અબિનંદન અને આભાર.

  1. No trackbacks yet.