Home > આરતિ મુન્શી, કૃષ્ણગીત, માધવ રામાનુજ > ઘેલી ગોવાલણ – માધવ રામાનુજ

ઘેલી ગોવાલણ – માધવ રામાનુજ

સ્વર: આરતિ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હો તેઁ તો મટકીમાં મૂક્યું અંકાશ, ઘેલી ગોવાલણ
હોં તેં તો આખ્યું આંજ્યો ઉજાસ, ઘેલી ગોવાલણ

કોરી મટકી મહીં ભરેલી છલક છલક થાય
પાંપણ જેવી પાંપણ વચ્ચે દરિયા હિલોળાય.
મારગ મળીયા માધવ ગોપી આકળ વિકળ થાય
તન તો એનું તરણા જેવું વાંસળી થઈ વાય.

હો મોરપીંછાનો મુકટ લહેરાય, ઘેલી ગોવાલણ
તારી મનમાં મન ના માય, ઘેલી ગોવાલણ

તને કાનુડે નજરી ન્યાલી રે, હો રસ લેવા છે
અલી આવી તું ક્યાંથી રૂપાળી રે, દલડા દેવા છે
ભાન ભૂલી ગઈ આંખડી ઢાલી રે, હો રસ લેવા છે
પછી અંદર ને બહાર વનમાળી રે, દલડાં દેવા છે

હો તું ગોરીને મટકી કાળી, ઘેલી ગોવાલણ
કાન બેઠા કદંબની ડાલી, ઘેલી ગોવાલણ

મહીંને બદલે માધવ લ્યો રે, વેચે રજની નાર
કોણ મુલવે મૂલ અમુલા, કૌતક અપરંપાર
ગોકુળ ગોરસ વનરાવન ને હૈયાનાં ધબકાર
આસુંની યમુના ઓળંગી કોણ ઉતર્યું પાર

હો તેં કેવા તે સાંધ્યા રે તાર, ઘેલી ગોવાલણ
ત્રીભુવનમાં થઈ ગઈ કાર, ઘેલી ગોવાલણ

Please follow and like us:
Pin Share
  1. Bharat Atos
    June 5th, 2009 at 14:16 | #1

    મજાનું ગીત.
    ગીતમાં અંકાશ શબ્દ ખુબ જ મીઠો લાગે છે નઇ?

  2. June 7th, 2009 at 13:42 | #2

    મધુર ગીત. મજા આવી.

  3. Asmita Rami
    July 18th, 2009 at 19:12 | #3

    This song is very sweet. I like it very much.
    સાભરે ને બે ઘદિ હુ ગુકુલ મા પુહ્ચે ગેઇ.
    Thank you Artiji you voice is very sweet.

  1. No trackbacks yet.