Home > ગઝલ, રાજેન્દ્ર શુક્લ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી > લો કરું કોશિશ – રાજેન્દ્ર શુક્લ

લો કરું કોશિશ – રાજેન્દ્ર શુક્લ

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું.

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું.

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું.

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું.

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું.

  1. June 8th, 2009 at 09:13 | #1

    અપનાવવાની, સાંભળવાની, સ્વીકારવાની
    ભાવના નથી તો કહેવું શું? અને કહેવું કોને?

    કવિએ કેવા સુંદર શબ્દો વાપર્યા છે-
    લહેરી દેખાય તો આતુરતા છે એવું લાગે
    ખળભળાટ હોય તો ખબર પદે કે કહેવા જેવું છે
    આખીએ કવિતાની મજા પેલી એક લીટીમાં છે
    નજદીક આવે તો કહું – એકદમ નજદીક!

    સુધાકર

  2. Bharat Atos
    June 8th, 2009 at 13:49 | #2

    “હું કદી ઉંચા સ્વરે બોલું નહીં,
    એકદમ નજદીક આવે તો કહું.”
    વાહ!!!!!!શું વાત છે?

  3. June 10th, 2009 at 13:33 | #3

    બહુ જાણીતી અને લોકપ્રિય ગઝલનું સુંદર સ્વરાંકન અને ગાયન.

  1. No trackbacks yet.