ભજન કરે તે જીતે – મકરંદ દવે

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તુલસીદલથી તોલ કરો
તો બને પવન પરપોટે,
અને હિમાલય મુકો હેમનો
તો મેરુથી મોટો.
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ ખોટના ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે.
સહેલીશ તું સાગર મોજે કે
પડ્યો રહીશ પછી તે?
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.

આવ હવે તારા ગજ મૂકી
વજન મુકીને વરવાં
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.

Please follow and like us:
Pin Share
 1. May 11th, 2010 at 13:24 | #1

  મારું ખૂબ ગમતું ભજન ગીત. અમરભાઈનાં અવાજમાં એ સોળે કળાએ ખીલે ઉઠે છે.

 2. જય પટેલ
  May 18th, 2010 at 23:12 | #2

  રે મનવા ભજન કરે તે જીતે
  હે વજન કરે તે હારે…..અદભુત પરિકલ્પના.
  સંબંધોમાં…મિત્રતામાં
  વજન કરે તે હારે…મનવા..!!
  અર્વાચીન ગુર્જર ઋષિ સાંઈ શ્રી મકરંદ દવેને સ્મર્ણાંજલિ.
  શ્રી અમર ભટ્ટની સુંદર ગાયિકી.
  સુંદર પ્રસ્તુતિ.
  આભાર.

  આભાર.

 3. November 3rd, 2010 at 13:13 | #3

  શિવ ની સમાધી

  મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમધી ધરે..

  સ્થંભ બની બ્રહ્મા વિષ્ણુના, મદ ને મહેશ હરે
  દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…

  દેવી ભવાની જનની જગતની, ગુણપતિ ગુણ થી ભરે
  કાર્તિક કેરી કીર્તિ સવાઇ, નવખંડ નમનું કરે…

  સિંહ મયુર ને મુષ્ક મજાનો, નંદી કચ્છ્પ કને
  ભુત પિશચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…

  નારદ શારદ ઋષિગણ સઘડા, કોટી કોટી દેવો ઉચરે
  સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…

  મ્રુત્યુંજય પ્રભુ છે જન્મેજય, સમર્યે સહાય કરે
  “કેદર” કહે ના ધારીછે સમાધી, એતો ભક્તના રદય માં ફરે..

 1. No trackbacks yet.