Home > ગીત, નયનેશ જાની, રમેશ પારેખ > કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ

કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ

સ્વરાંકન / સ્વર: નયનેશ જાની

કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં.

ફૂટી ગયેલા આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે
એમ આપણને ઉગ્યો સબંધ.
પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં
જોજનનાં પૂર હવે વેહતાં..
તમે મારામાં આરપાર રહેતાં..

આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંક મારું હોવું.
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને
જળનો આકાર તમે લેતાં..
તમે મારામાં આરપાર રહેતાં..

Related posts:

  1. July 22nd, 2010 at 16:04 | #1

    સરસ ગીત અને ગાયન.

  1. No trackbacks yet.