સરસ વાત કરવાનો – ડૉ ચિનુ મોદી ‘ઈર્શાદ’

આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક

સ્વરકાર: અમર ભટ્ટ

સ્વર: અમર ભટ્ટ



સરસ વાત કરવાનો મોકો મળ્યો
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો

મને ક્યાં ખબર; હું છું વ્હેતો પવન,
બધા ઘેર ફરવાનો મકો મળ્યો.

હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું : હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થુયું : છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.