પ્રિયે મને ના છેડ – ભુપેન્દ્ર વકિલ

સ્વર: શૌનક પંડ્યા



પ્રિયે મને ના છેડ,
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ!

કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત,
પગરવનો સંચાર થતો ત્યાં
બની જતી લજ્જિત.
પ્રિયે મને ના છેડ..

પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય,
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય.
પ્રિયે મને ના છેડ..