મદિરા – મરીઝ

April 22nd, 2009 Leave a comment Go to comments

સ્વર/સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી

નથી કોઈ તારામાં વિધિ મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.

સતત કરવા પડતા સુરાલયનાં ફેરા,
નિરાંતે કદી મેં ના પીધી મદિરા.

‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું,
ફળોમાં, અનાજોમાં પીધી મદિરા.

Related posts:

  1. April 22nd, 2009 at 10:30 | #1

    માફ કરજો નીરજભાઈ!
    ગઝલનાં ભાવને અનુરૂપ સ્વર કે સ્વરાંકન નથી લાગ્યું,માત્ર ઉપરછલ્લું જ લાગ્યું,હ્રદયસ્પર્શીતાથી ઘણે દૂર.
    સાંભળીએ અને તરત વાહ..!જેવી લાગણી થાય એ થઈ જ નહીં…..
    આ મારો અંગત અભિપ્રાય છે,જરૂરી નથી કે બધાનો પણ એજ હોય.
    ડો.મહેશ રાવલ

  2. Bharat Atos
    April 22nd, 2009 at 12:45 | #2

    મરીઝ સાહેબની ગઝલ ગમી.

  3. યશાંગ
    May 16th, 2011 at 18:21 | #3

    અપ્રતિમ
    મરીઝ સાહેબ હંમેશા અકસીર હોય છે

  1. No trackbacks yet.