હોઠથી નામ સરી જાય – અશરફ ડબાવાલા

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વર: આરતિ મુન્શી



હોઠથી નામ સરી જાય અને વાત વધે,
વાત મનમાં જ રહી જાય અને વાત વધે.

ઘરથી શમણાઓ લઈ રોજ ચરણ નીકળતાં,
ચાલતાં રાત પડી જાય અને વાત વધે.

સ્તબ્ધ જગંલની બધી બાજુ પવન પર પહેરા,
એમાં એક ડાળ હલી જાય અને વાત વધે.