પુણ્ય સ્મરણ – દલપત પઢિયાર

June 8th, 2011 5 comments
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઉમટે
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો
આઘે લે’ર્યું ને આંબી કોણ ઊઘાડે
કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખરા ઊગે રે સૂની શેરીએ
ચલમ-તણખા ઉડે રે જૂની ધૂણીએ
અમને દાદા દેખાય પેલી ડેલીએ
કોની રે સગાયું આજ સાંભરે

માંડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે
ખરતાં હાલરડાં ઝૂરે રે અદ્ધર ટોડલે
ઉંચે મોભને મારગ કોણ ઊતરે
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

taintedsong.com taintedsong.com taintedsong.com

વનની તે વાટમાં – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

June 2nd, 2011 4 comments
આલ્બમ:સ્નેહ સૂર
સ્વરકાર:એફ. આર. છીપા
સ્વર:પરાગી પરમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વનની તે વાટમાં તું ભૂલી પડી રે
ચૂંદડી ભરાઈ તે કંટાળા થોરમાં
જોયું ન જોયું કરી રહે તું તો દોડતી
ફાટફાટ થતાં જોબનના જોરમાં
વનની તે વાટમાં..

કાંટા બાવળના એ વીંધ્યું જોબનીયુંને
વાયરામાં ચૂંદડીના ઉડે રે લીરાં
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા ને
હૈયાનાં લોલકના નંદાતા હીરા
વનની તે વાટમાં..

વનની તે વાટ મહીં તું પડે એકલી ને
આવી ગઈ આડી એક ઊંડેરી ખાઈ
જાને પાછી તું વળી
સાદ કરે તારી જૂની વનરાઈ
વનની તે વાટમાં..

taintedsong.com taintedsong.com taintedsong.com

પગલીનો પાડનાર દેજો રન્નાદે..

June 1st, 2011 4 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે,
પગલીનો પાડનાર દેજો રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.

દળણાં દળી હું તો પરવારી રે,
ખીલાડાનો ઝાલનાર દ્યોને રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.

રોટલા ઘડીને હું તો પરવારી રે,
ચાનકીનો માંગનાર દ્યોને રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.

ધોયોધફોયો મારો સાડલો રે,
ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.

taintedsong.com taintedsong.com taintedsong.com

પાનખરની શુષ્ક્તા – વિહાર મજમુદાર

May 31st, 2011 3 comments
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
ધારણા રેતી બની પથરાય આસપાસ

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

taintedsong.com taintedsong.com taintedsong.com

નિરુદ્દેશે સંસારે – રાજેન્દ્ર શાહ

May 25th, 2011 2 comments
આલ્બમ:નિરુદ્દેશે
સ્વરકાર:અજિત શેઠ
સ્વર:હરિહરન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,
મુજ મુગ્ધ ભ્રમણ પાશુંમલિન વેશે

ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ
ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ
મન મારું લઇ જાય ત્યાં જવું પ્રેમ ને સન્નીવેશે
નિરુદ્દેશે સંસારે..

પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાંજ રચું મુજ કેડી
તેજછાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂરવી છેડી
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી
હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે
નિરુદ્દેશે સંસારે..

taintedsong.com taintedsong.com taintedsong.com