Archive

Click play to listen all songs in ‘વિરાજ ઉપાધ્યાય’ Category
This text will be replaced by the flash music player.

કોઈ હમણાં આવશે – જવાહર બક્ષી

September 29th, 2009 8 comments

સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ,
રામ કરેને કંઇક તો કહેવા જેવું થાય.

કોઈ હમણાં આવશે ભીંતો ભણકારાય,
એક અમસ્તી શક્યતા આખું ઘર પડઘાય.

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ,
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય.

સંતાતો ફરતો રહું પગલે પગલે બીક,
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સુરજ મળી જાય.

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ,
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય .

taintedsong.com taintedsong.com taintedsong.com

તારી મૂર્તિ રે છે – બ્રહ્માનંદ

June 2nd, 2009 1 comment

સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી મૂર્તિ રે છે જો નૈણુ શણગાર,
નૈણુ શણગાર, મારા હૈયા કેરો હાર,
તારી મૂર્તિ રે છે જો..

મોહન તારી મૂર્તિ જોઈને ભૂલ શું તન ભાન,
નીરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલદાન.
તારી મૂર્તિ રે છે જો..

માથે શોભી વાંક મનોહર, સુંદર શ્યામ શરીર,
નદી રે થી તારું રૂપ નીહાળી પ્રેમીજનોને ભીર.
તારી મૂર્તિ રે છે જો..

બાંય ચડાવું બાંધેલ બાજું કાજુ ધર્મકિશોર,
બ્રહ્માનંદ થઈ મોહી છું, નૈણે જાદુ જોર.
તારી મૂર્તિ રે છે જો..

taintedsong.com taintedsong.com taintedsong.com

મેળાનો મને થાક લાગે – હરિન્દ્ર દવે

December 24th, 2008 6 comments

સ્વર: વિરાજ – બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન: દિલીપ ધોળકીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે.

taintedsong.com taintedsong.com taintedsong.com

ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમાશંકર જોશી

October 30th, 2008 9 comments

સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

taintedsong.com taintedsong.com taintedsong.com

મારી હથેળીમાં – હર્ષ બ્રહ્મભટ્ટ

August 1st, 2008 7 comments

સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: વિરાજ – બિજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ,
પાણીની છાલકો એવી તો વાગી કે સપનાં થયાં છે લોહીઝાણ.

મારી તે આંખમાં સૂતેલો સૂરજ પણ,
મધરાતે એકદમ જાગ્યો;
દરિયામાં માછલીયે ડૂબી ગઈ ને પછી,
પાણીને શાપ તેનો લાગ્યો.

નદીને કાંઠે ઓલ્યા બાવળની છાંય તળે રડી રહ્યો છે એક પ્હાણ,
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ.

પંખીએ ડાળ સાથ માથું પટક્યું ને પાછાં,
ડાળીએ દઈ દીધાં ઈંડાં;
વેદનાના આકાશે સમડી ઊડીને ભૈ,
કરે છે ગોળ ગોળ મીંડા.

નદીને કોકનો લાગ્યો છે શાપ કે એ પાણીના નામથી અજાણ,
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ.

taintedsong.com taintedsong.com taintedsong.com