ધૂણી રે ધખાવી – અવિનાશ વ્યાસ

September 17th, 2007 5 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા ગામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના કરે રે જાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિના જામની
ધૂણી રે ધખાવી બેલી…

taintedsong.com taintedsong.com taintedsong.com

દાદા હો દીકરી..

September 14th, 2007 4 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ન દેજો રે સહી
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે… દાદા હો દીકરી

દિ એ દળાવે મને, રાતડીએ કંતાવે સહી,
પાછલે તે પરોઢે પાણીડાં મોકલે રે… દાદા હો દીકરી

ઓશીકે હિંઢોણી મારી પાંગતિયે સિંચણીયું રે સહી,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે… દાદા હો દીકરી

પીયુ પરણ્યો પરદેશ મારો, એકલડી આટુલી રે સહી,
વાટલડી જોતી ને આસું પાડતી રે… દાદા હો દીકરી

ઘડો ન ડૂબે મારું સિંચણીયું ના પૂગે રે સહી,
ઊગ્યો ને આથમીયાં કૂવા કાંઠડે રે… દાદા હો દીકરી

ઊડતાં પંખીડાં વીરા સંદેશા લઈ જાજો રે સહી,
માતા છે માયાળુ આસું સારશે રે… દાદા હો દીકરી

કૂવે ના પડશો દીકરી, અકોણીયાં ન ખાજો રે સહી,
અજવાણી આઠમનાં આણાં આવશે રે… દાદા હો દીકરી

કાકાના કાબરીયા ને મામાના મુંજડીયા રે સહી
વીરાના વાગડીયા વઢીયારે ઊતર્યા રે… દાદા હો દીકરી

કાકાએ સીચ્ચું મારા મામાએ ચડાવ્યું રે સહી
વીરાએ જઈ ફોડ્યું વઢિયારીને આંગણે રે… દાદા હો દીકરી

Categories: અજ્ઞાત, ગીત Tags:

taintedsong.com taintedsong.com taintedsong.com

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

September 13th, 2007 4 comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
—————-
આભાર: સ્વર્ગારોહણ

taintedsong.com taintedsong.com taintedsong.com

મારા લાલ રે લોચનીયા – અવિનાશ વ્યાસ

September 12th, 2007 1 comment

સ્વરઃ દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા લાલ રે લોચનીયામાં
રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનીયામાં..

આવી ન આવી એ સુરત શમણે,
ત્યાં ક્યારે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનીયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે,
સૂધા સૂધા કરણી ફૂટે,
છોને સમય નીજ સાંજ બનાવીને
ભાવી તારલીયાનું તેજ લુટે,
તુટે ના તાર લાગ્યો હૈયાના હારનો,
છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનીયામાં..

taintedsong.com taintedsong.com taintedsong.com

હવે કહું છું – દિલિપ રાવલ

September 11th, 2007 1 comment

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું,
તું ગઝલ થઈને રજુ થાતો ખરી,
મહેફીલોમાં દાદ થઈને આવશું.”

હવે કહું છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

અમોને રાત આખી રહી જવાના કોડ જયાં જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

અમે નખશીખ ભીંજાયા, તમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

અમે આપ્યા છે સમ એ સમનું થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

taintedsong.com taintedsong.com taintedsong.com