આંખે કંકુના સૂરજ આથમ્યા – રાવજી પટેલ

May 16th, 2007 18 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વ્હેલ શણગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

taintedsong.com taintedsong.com taintedsong.com

દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

May 14th, 2007 46 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

taintedsong.com taintedsong.com taintedsong.com

તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ.

May 11th, 2007 8 comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે
મારું મન મોહી ગયું

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે
મારું મન મોહી ગયું

તને જાતા જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું.

Categories: ગીત, મુકેશ Tags:

taintedsong.com taintedsong.com taintedsong.com

પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

May 10th, 2007 8 comments

સ્વર: મનોજ દવે, દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો….

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો….

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો….

taintedsong.com taintedsong.com taintedsong.com

નયન ને બંધ રાખીને – બરકત વિરાણી ‘બેફામ’

May 9th, 2007 28 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ
પાછા નયનનાં નૂરને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે
તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

ઋતુ એક જ હતી પણ નહોતો આપણો એકજ
મને સહેરા એ જોયો છે, બહારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વિતી ગઇ
નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

હકિકત માં જુઓ તો અએ એક સપનું હતું મારું
ખુલી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

નહિતર આવી રીતે તો તરે નહિ લાશ દરીયામાં
મેને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

taintedsong.com taintedsong.com taintedsong.com