કુમ કુમ શું આભ ખુલ્યું – વિહાર મજમુદાર

September 28th, 2011 12 comments
સ્વર:ઉમંગી શાહ, નિનાદ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસમાં;
માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસમાં,
હું તો સુતી ને ધબકારા જાગે.. કે માડી અંબા ઉતરતી લાગે..

ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણીનાં
દિવડા પ્રગટાવવાની વારતા..
ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે.. કે માડી અંબા ઉતરતી લાગે..

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

taintedsong.com taintedsong.com taintedsong.com

શ્યામ નૈનોના તીર – ભદ્રાયુ મહેતા

August 1st, 2011 18 comments
આલ્બમ:લલિત માધુરી
સ્વરકાર:ભદ્રાયુ મહેતા
સ્વર:નિષ્કૃતિ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્યામ નૈનોના તીર ના મારો
કે મનડાની હાલત નાજુક છે
હવે ઝાઝું મને ના સતાવો
કે ચિત્તડાની હાલત નાજુક છે

જમાના તટ પર ને બંસી બાટ પર
મુરલીની તાનમાં મીઠી મુસ્કાનમાં
શ્યામ શીદને મને અકળાવો
કે ઘીરજ તુટવાની નજીક છે
શ્યામ નૈનોના તીર..

મુરલી અધારોમાં રહી મધુરસ પાન કરે
મારું મનડું તો બુંદ બુંદને તરસ્યા કરે
શ્યામ શીદને મને ટટળાવો
શું બાકી કસોટી કશીક છે?
શ્યામ નૈનોના તીર..

રાત મીઠી વાત મીઠી મુરલીએ મીઠી મીઠી
મીઠી મીઠી ચાંદની તવ મોહનીએ મીઠી મીઠી
શ્યામ શીદને મને ભરમાવો
આ મીઠી મધુરી તરકીબ છે
શ્યામ નૈનોના તીર..

taintedsong.com taintedsong.com taintedsong.com

અમને જળની ઝળહળ માયા – પન્ના નાયક

July 28th, 2011 5 comments
આલ્બમ:વિદેશિની
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા..

લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે,
ચકળવકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા..

વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને મનમોજીલું વલખે
અલકમલકના રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયા..

taintedsong.com taintedsong.com taintedsong.com

શબ્દોથી મન મોકળું – શોભિત દેસાઈ

July 25th, 2011 1 comment
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે

taintedsong.com taintedsong.com taintedsong.com

ન તો કંપ છે ધરાનો – ગની દહીંવાલા

July 22nd, 2011 7 comments
આલ્બમ:સમન્વય ૨૦૧૦
સ્વરકાર:પંકજ ઉધાસ
સ્વર:પંકજ ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા, કાં યાર, બીદ્ધિમાનની સાથે પીઓ,
ખુબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ પણ ભાનની સાથે પીઓ”
– શૂન્ય પાલનપુરી

ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું.

હતો હુંય સૂર્ય કિન્તુ ના હતી તમારી છાયા,
કઈ વાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

‘ગની’ પર્વતોની સામે આ શીશ અણનમ
તારી પાપણો ઢાળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

taintedsong.com taintedsong.com taintedsong.com