Archive

Click play to listen all songs in ‘અજ્ઞાત’ Category
This text will be replaced by the flash music player.

હાજર હાથ વાળા..

August 6th, 2010 5 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વર:નયન પંચોલી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હાજર હાથ વાળા,
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા,
કોઈના ભંડાર ભરેલા, કોઈના ઠામ ઠાલા.

તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર, થાતા કામ કાળાં.
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..

સતની ચાલે ચાલે એને દુ:ખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ, દંભી ને દુશાલા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..

નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પુજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધન ને ધન દેજે ભગવન મુઠી પુંજીવાળા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..

taintedsong.com taintedsong.com taintedsong.com

એવા ફરી આ બાગમાં…

June 29th, 2010 4 comments
આલ્બમ:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એવા ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ
જેના થકી ખુદ આપણી શોભા વધારીએ.

અસ્તિત્વ નહીં તો એમનું ઓગળી જશે,
મળતી રહી છે ક્યારની ક્ષમતા બુજાવીએ.

નહીંતો ધરાના લોક એને માનશે નહીં,
ઈશ્વર વિષે થોડી હવે અફવા ઉડાડીએ.

હા ગોવર્ધન એ પોતે જ ઊંચકશે,
પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ.

taintedsong.com taintedsong.com taintedsong.com

સૂર અને સંગીતની સફરનાં ત્રણ વર્ષ..

March 16th, 2010 33 comments

સ્નેહી મિત્રો,

આજે ૧૬ માર્ચ ૨૦૧૦, રણકારની ગીત-સંગીતની સફરના ત્રણ વર્ષ પૂરાં થયા. આ સમય દરમ્યાન દેશ -વિદેશમાંથી અનેક વાચકોએ મુલાકાત લીધી. આપ સૌના સતત સહકારે જ એને અવિરત રણકતો રાખ્યો છે. આજે રણકાર પર બે નવી સવલતો ઉમેરી છે.

૧. ઘણા સમયથી શ્રોતાઓની માંગ હતી કે એક એક ગીત સંભાળવા કરતા જો પ્લે-લીસ્ટ બનાવી શકાય તો કામ કરતા કરતા પણ સાંભળી શકાય. તો લો પ્લે-લીસ્ટ હાજર છે. હવે કોઈપણ વ્યક્તિ રણકાર પર રજીસ્ટર થઈ શકાશે અને પોતાની પસંદના ગીતોનું પ્લે-લીસ્ટ બનાવી સાંભળી શકશે. દરેક રજીસ્ટર યુઝરનું એક પ્રોફાઈલ પેજ હશે જેની પર તેના બધા પ્લે-લીસ્ટ જોઈ/સાંભળી શકશે તથા તેમના તાજેતરના પ્રતિભાવો વાંચી શકાશે.

  • આ માટે સૌપ્રથમ સાઈડબારમાં ‘member’s area’માંથી ‘register’ પર ક્લિક કરી રજીસ્ટર થાવ.
  • ત્યારબાદ લોગીન કરશો એટલે તમારું ‘profile page’ ખુલશે.
  • જેમાં ‘Create New Playlist’ પર ક્લિક કરો અને જે પાનું ખુલે તેમાં પ્લે-લીસ્ટનું નામ આપી પસંદના ગીતો સિલેક્ટ કરો અને સબમિટ કરો.
  • હવે તમારા profile page પર તમારું નવું પ્લે-લીસ્ટ દેખાશે. જેના નામની બાજુમાં પ્લે બટન પર ક્લિક કરવાથી એને સાંભળી શકાશે. એજ રીતે તેને એડિટ કે ડીલીટ પણ કરી શકાશે.

તમે તમારો profile અન્ય વેબસાઈટ કે મિત્રો સાથે લીંક આપીને વહેંચી શકશો. જેમકે https://rankaar.com/your-username . આ સિવાય directory page પર બધાજ યુઝરનું લીસ્ટ દેખાશે અને જે તે યુઝરનો પ્રોફાઈલ દેખી શકાશે અને તેમના પ્લે-લીસ્ટ પણ સાંભળી શકાશે.

૨. હવેથી જે તે ‘category page’ પર તે કેટેગરીમાં હોય તેવા બધા જ ગીતોને સળંગ રીતે સાંભળી શકાય એવું એક પ્લેયર હશે. એટલે ભજન પર ક્લિક કરો તો બધા ભજનો, ગઝલ પર ક્લિક કરો તો બધી જ ગઝલો અવિરત રીતે સાંભળી શકાશે.

આપને આ સવલતો ગમી? તેમાં કોઈ મુશ્કેલી જણાઈ? તો આપ અહીં કોમેન્ટ લખી જણાવી શકો છો.

આપના સહકારની અપેક્ષા સહ,

– નીરજ.

Categories: અજ્ઞાત Tags:

taintedsong.com taintedsong.com taintedsong.com

દોડે કાં બાંવરી..

February 17th, 2010 7 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૮
સ્વરકાર:દિલીપ ધોળકીયા
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હો રાજ દોડે કાં બાંવરી
બાંવરી અધીરી અલી હો રાજ
દોડે કાં બાંવરી..

તારી રે હુફમાં હૈયું હિલોળતી
સોનેરી સોડલા તોયે હું ખોળતી
ઉભી રે તો કહું જરા મનડાની વાત
હો રાજ દોડે કાં બાંવરી..

આવા ઉતાવળા પગલા જો પાડશે
અડધી નીંદરે નાથને જગાડશે
લેવા દે ને સેવા કેરી સાહ્યબીનો સાથ
હો રાજ દોડે કાં બાંવરી..

taintedsong.com taintedsong.com taintedsong.com

બોલે છે ઝીણા ઝીણા મોર..

December 21st, 2009 1 comment
આલ્બમ:ગુજરાતનું ગૌરવ
સ્વર:ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બોલે છે ઝીણા ઝીણા મોર, રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર..

હો મીઠું રે મીઠું બોલે રે મોરલો.
હાલો કાપે મારા કાળજાની કોર રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર..

હે દલનાં વેપારી અમે દલડા રે વેચીએ,
હે હાલો ચિત્તડા કેરા છો તમે તોર રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર..

સંગે રે રમશું ને સંગે રે ભમશું,
હે હાલો જોબનીયું ઝાકમઝોળ રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર..

taintedsong.com taintedsong.com taintedsong.com